History

About Dhajdi

સાવરકુંડલાથી નૈૠત્ય ખુણામાં ખાંભા રોડ ઉપર ૯ કિલોમીટર દુર ધજડી ગામ આવેલ છે. તેમા મુખ્ય ચાર નદીઓ છે. ગોઝારો, સુરજવડી, વિરોગોળો અને સરાકડીયું આવેલ છ સાવરકુંડલાની નાવલી નદીનું મથક વિરોગોળો ગણાય છે. તેમા આશરે ૩૦૦ જેટલા ઘર છે ગામમાં હાલની વસ્તી ૧૮૦૦ની છે. તેમજ સુરતમાં આશરે ૧૩૦૦ જેટલા લોકોની વસ્તી છે.તે સિવાય બહાર ગામમાં લગભગ ૩૦૦ જેટલા લોકો વસે છે.

ગામ મુખ્ય ચારભાગમાં વહંેચાયેલ છે. (૧) મુળ ગામ (૨) પ્લોટ (૩) નવો પ્લોટ (૪) ખોડીયારનગર

ધજડી ગામમાં નાગાસ્વામી ધજાવાળાની ધજા ફરકતી તેના પરથી ગામ ધજાડી પડયુ અને હવે ધજડી તરીકે ઓળખાય છે. ગામના પાદરમાં ૭ આંબલીના ઝાડ હતા. આ ગામ પહેલા ગધઈ જ્ઞાતિનું હતુ. આ ગામમાં ગોરખબાપુ દરબાર થઈ ગયા. તેમના ઘરેથી કાઠીયાણીનું નામ સુમરીમા હતું. અને સુરજદેવળ માં તેમની સંપતિ અર્પણ કરેલી. જુનાગઢ જોષીપુરા ભગવત ગુરૂ આશ્રમમાં યાત્રાળુઓ માટે બે ઓરડા બંધાવી આપેલ તેમજ મહાદેવનું મંદિર બંધાવી આપેલ છે જેનુ નામ ગોરખેશ્ચર મહાદેવ તરીકે પ્રખ્યાત છે.ધજડી ગામની આજુબાજુમાં આશ્રમો આવેલ છે. ગામમાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૨૧૦ વિદ્યાર્થીઓ છે અને ૯ શિક્ષકો છે. શાળા સમિતીમાં કુલ ૧૩ સભ્યો છે.

ખોડીયારનગરમાં ઘીવાળા ખોડીયાર માતાજીનું મંદિર તેમજ બોઘરીયાણી ખોડીયાર મંદીર આવેલ છે. ગામમાં શિવાલય, નાગા સ્વામી મંદિર, રામજીમંદિર, હનુમાન મંદિર, ખોડીયાર માતાનું મંદીર, મેલડી માતાજીનું મંદિર અને ચાર મઢવાળા માતાજીના દેવસ્થાનો આવેલા છે.ધજડી ગામમાં ૧ શાળા, ૧ ગ્રામ પંચાયત, ૩ આંગણવાડી,૧ પાણીનો ટાંકો, ૩ હવાડા, ૨ બસ સ્ટેશન, ૧ પ્રવેશ દ્રાર, ૨ પ્રવેશમાર્ગ આવેલા છે.ગામમાં પટેલ,બ્રાહ્મણ, દરબાર,બાવાજી, લોહાણા,સુથાર, રબારી, કુંભાર, ગધઈ, વાળંદ, કોળી, હરિજન, વાલ્મીકી, વગેરે જ્ઞાતિઓના વસવાટ કરે છે.કુલ મળીને ૫૦ અટક ધરાવતા લોકો વસવાટ કરે છે.